તારા થકી મારે ઘણુ થાઉ છે..

———————–

તારા થકી મારે ઘણુ થાઉ છે..

તને મનાવા ઘનુ કરી જાઉ છે,
તુજો હસે તો મારે તારી સ્મિત થાઉ છે,

તારા થકી મારે ઘણુ થાઉ છે..

જો તને ગમે છે જવુ કોઇ જગાએ,
મારે ત્યાની વસન્ત બહાર થાઉ છે,

તારા થકી મારે ઘણુ થાઉ છે..

જો તારે મન ઈચ્છા છે કોઇ,
મારે તને મડતી શુભેચ્છા થાઉ છે,

તારા થકી મારે ઘણુ થાઉ છે..

જો તને ગમે છે જોવો અએ રાત નો નજારો,
મારે પૂનમ ની એ અજવડી રાત થાઉ છે,

તારા થકી મારે ઘણુ થાઉ છે..

ગમે છે જો તને કોઇ રમત,
રમત મા એ પ્રિયે મારે તારા સાથી થાઉ છે,

તારા થકી મારે ઘણુ થાઉ છે..

ભાવે જો કોઇ વાનગી તને,
મારે તને ભાવતો એ સ્વાદ થાઉ છે,

તારા થકી મારે ઘણુ થાઉ છે..

ખુશી જો મડે તને કોઇ મજાક થી
મારે એ મજાક ભરેલી મસ્તી થાઉ છે

તારા થકી મારે ઘણુ થાઉ છે..
તારા થકી મારે ઘણુ થાઉ છે..

———————–


 

 

 

Advertisements

વાયો છે તારી પ્રિત તનો વાયરો

———————————–

ગરમ હતો આજ નો દીન જાને,વાયો છે તારી પ્રિત તનો વાયરો,

શુશવાટા સમ્ભ્ડાય છે જાને,

એ ગાય છે દિલ વીશે નો ડાયરો.

કરે છે ફુલ પત્તિ ગરમા ગરમ શાયરી જાને,

છે એ કોઇ ઘાયલ શાયરો,

સમ્જે છે આ જહાન મને જાને,

ને કૈક કરે છે નવુ એ જાને,

એજ શાયરો એ જ જમવ્યો છે જાને ગરમ ડાયરો.

વાયો છે તારી પ્રિત તનો વાયરો………..

———————————–

 

 

 

તુ જ્યારે મડે છે,દુનિયા કૈક અલગ હોય છે,

તુ જ્યારે મડે છે,દુનિયા કૈક અલગ હોય છે,

ક્યારેક તારી અદા તો ક્યારેક છટા અલગ હોય છે,
અને એ છટા ની અદા થી દરેક ઘટા અલગ હોય છે,

તુ જ્યારે મડે છે,દુનિયા કૈક અલગ હોય છે,

તારી દરેક વાતો મા તારા સફેદ પ્રેમ ની ઝલક હોય છે,
ક્યારેક તારુ બચપન આસમાન,
તો ક્યારેક એ નીચુ ફલક હોય છે,

તુ જ્યારે મડે છે,દુનિયા કૈક અલગ હોય છે,

તારી એ સ્મિત થી જાને આખી દુનિયા મલક હોય છે,
અને જાને એ તારા પ્રેમ થી અખો જલધી છલક હોય છે,

તુ જ્યારે મડે છે,દુનિયા કૈક અલગ હોય છે,

મુલાકાત એ આપડી નાની કે ક્ષણિક હોય છે,
પન એ દરેક ક્ષણ મા એક નવીન દુનિયા નિ ઝલક હોય છે

સાચે, તુ જ્યારે મડે છે,દુનિયા કૈક લગ હોય છે.

દરેક જામ પીવાના નથી હોતા!!

દરેક જામ પીવાના નથી હોતા,
પ્રેમ મા પડેલા સૌ દિવાના નથી હોતા,

પ્રેમ મા ક્યારેક પાગલપન પણ હોય છે,
દરેક છલ્કે એ પય્માના નથી હોતા,

પ્રેમ ની વાતો સૌ કોઇ કરે,
પ્રીત કાજે જલી જાને એવા બહુ પરવાના નથી હોતા,

પ્રેમ કરીને જાનો,
રુસવાઇ ના મડી હોય આમા એવા કોઇ જમાના નથી હોતા.

 

 

 

વાન્ધો નથી મને દુનિયા થી,

વાન્ધો નથી મને દુનિયા થી,
દુનિયા ને વન્ધો પડ્યો છે મારા થી,

મને શુ ખબર હતી કે,
જેનુ સારુ ચાહુ છુ
એ જ દુનિયા જલે છે મારા સારા થી…

શુ ખબર હતી મને કે

ભલાઇ કરવી પાપ છે આ દુનિયા મા

બસ એ પાપી ભલાઈ થઇ છે મારા થી

ફુલો પાથરુ છુ સૌ કોઇ કાજે

શેના કાજે બદલો એને છો અંગારા થી

શોર બકોર ની આ દુનિયા

જુઓ ડરે છે આજે મારા ગીત ના ઝંકારા થી.

નથી રહી એ તાકાત કોઇ ના મા સહન કરવાની

ને જલે છે ઇ તાકાતવર લડનારા થી.

જ્લે છે આજે દુનિયા જાને

દરિયો જલે છે નદી ના એ બે કિનરા થી,

ને સુખ ના સાગર મા ડુબેલા એ

જલે છે મુજ ગમગીન પીનારા થી,

પન છત્તા મને વાંધો નથી દુનિયા થી,

તોય કેમ દુનિયા ને વન્ધો પડ્યો છે મારા થી ???

Regards

Sunny

 

 

 

પ્રેમ આવ્યો છે તારા પર મને જ્યારે જ્યારે

પ્રેમ આવ્યો છે તારા પર મને જ્યારે જ્યારે
એહ્સાસ એનો થ્યો છે મને વારે વારે

રાહ જોઇ બેથો છુ કે ઈ મને મલસે કયારે
સોમવારે કે પછી રવીવારે

પ્રેમ પ્રકાસ્યો જીવન મા જ્યારે
યાદ તારી પડ્છયો બની ને આવી છે હારે હારે

નથી સમ્જ્યો હુ આ પ્રેમ ની ભાષા ને,
પણ બોલ્યો છુ આ વાણી વારે વારે

પ્રેમ નુ ગણિત પણ ના પાર્ખી શક્યો
મેતો ગમ મેડવ્યા છે સરવાડે ને ગુનાકારે

હવે તો જીવન વીતી ગયુ છે આ બધુ સમજ્વામા,
બમ માત્ર જીવ્યો છુ એની યાદો ના સહારે,

પ્રેમ તો થયો તો યૌવન ની મજધારે.
આંખો ખુલી તો હતો મરવા ના આરે ,

કેવો છે આ પ્રેમ વિગ્યાન વીના નો,
જેમ ગ્યાન ની જરુર પડે છે વારે વારે,

જયારે જ્યારે તારી યાદ આવે છે તારી મને,
બસ આમજ કૈ લખી દઊ છુ શ્યાહી ને કલમ ના સહારે

પ્રેમ આવ્યો છે તાર પર મને જ્યારે જ્યારે………….

સન્ની કહે છે પ્રેમ ના કરતા,
કરો અગર તો કૈ આમ ના કરતા,

કરશો આમ તો રહી જસો,
મોત આવે છે આ રસ્તે વારે વારે…

તમરો મિત્ર,

સન્ની

 

 

 

SunnyG Ane Khuda

ના તો હુ સન્ની ખુદા ને સમજી સક્યો છુ

ના તો ખુદા મને સમજે છે

સાચા દિલ ના વાદા ને પણ
ખુદા ગુનેગાર સમજે છે

ખુદના માટે ની ભાવના ને
એ કદાચ અહન્કાર સમજે છે

ધરેલી ધીરજ ને એ
આડસ મા પડી રેહનાર સમજે છે

મારી કરેલી ધારણા ને
મરો તુચ્છ વિચાર સમજે છે

તો ક્યારેક કરેલા વિચાર્શીલ ઈન્કાર ને
મરો કોઇ કરેલો તિરસ્કાર સમજે છે

ક્યરેક ગરીબ ના ભુખ્યા ઊબ્કા ને
ખાધેલા નો તિખો ઓઢકાર સમજે છે

તો ક્યારેક ગરીબ ની આ પ્રાર્થના ને
લાલચ નો એક પ્રકાર સમજે છે

ભક્તિ કરનાર મુજ ભક્ત ને
દમ્ભી કે દમ્ભ કરનાર સમજે છે

લખેલા આવા વિચાર ને
એના વિરોધી પ્રચાર સમજે છે

તો ક્યરેક પન્ક્તિ ના આડે કરેલો
કોઇ ઘાતક પ્રહાર સમજે છે

લાગે છે આ ભુલભુલઈયા જેવી દુનિયા ને
ખુદે કરેલી કોઇ ભુલ સમજે છે

કે પછી મારા સમજવા મા ભુલ છે કે
એ ખુદા ખુદ ને સમજવા મા ભુલ સમજે છે…

તમરો પરમ મિત્ર,

સન્ની